Thursday, November 11, 2010


vishnudev_pandit.jpg
પ્રેરક અવતરણ
‘पुमान् पुमान्  सः परिपातु विश्वतः – વ્યક્તિ-વ્યક્તિ મળીને વિશ્વનું રક્ષણ-કલ્યાણ કરે.’ – ऋग्वेद
‘વત્સ હૃદય, વ્યાઘ્રમુખમ્ ‘
– રાધેશ્યામ શર્મ
‘એક મગજ ચલાવનાર પંડિત.’
-  કાકા કાલેલકર
” વેદને તમે કેવળ ધાર્મિક સાહિત્ય ગણીને બાજુ પર ન મૂકો. આ સૌનું સાહિત્ય છે, પ્રજાનું સાહિત્ય છે.”
____________________________________________________________
સમ્પર્ક      ’ઇશાવાસ્ય’ -  29, ડાહ્યાભાઈ પાર્ક, ગીતામંદિર રોડ, અમદાવાદ – 380 022
જન્મ
  • 12 માર્ચ, 1915, હલધરવાસ, ખેડા
કુટુમ્બ
  • માતા – ઈચ્છાબા, પિતા – સાંકળેશ્વર દાજીરામ પંડ્યા
  • પત્ની – રમાદેવી ( લગ્ન –1933) ; પુત્રો  – ત્રણ ( હરીશ*, વરદરાજ, -) ; પુત્રીઓ – ચાર ( * જાણીતા લેખક)
અભ્યાસ
  • એમ. એ.
  • વેદાંતાચાર
વ્યવસાય
  • લેખન, વ્યાખ્યાન, સંશોધન કાર્ય
જીવન ઝરમર
  • પંડિતજીની પંદર વર્ષની ઉંમરે રવિશંકર મહારાજે ચાર વેદો ભેટ આપ્યા.
  • “સસ્તું સાહિત્ય કાર્યાલય” માટે પંડિતજીએ ધાર્મિક પુસ્તકો લખ્યાં.
  • વેદના પ્રખર જ્ઞાતા. વેદ સંશોધન પાછળ વર્ષો વીતાવ્યાં.
  • વેદપરિચય પર રસપ્રદ પુસ્તિકાઓ તૈયાર કરી. ત્રણ ભાષા ઉપરાંત સંસ્કૃતના જાણકાર.
  • યોગ, કર્મકાંડ અને આયુર્વેદનું ઊંડું જ્ઞાન.
  • પ્રથમ કૃતિ ‘ધર્મસંદેશ”માં પ્રકાશિત
  • ગીતાધર્મ, નવભારતી, સત્ સંદેશ, સબકો સન્મતિ દે ભગવાન ( સંદેશની પૂર્તિ) નું સંપાદન.
  • કર્મકાંડી બ્રાહ્મણો સાહિત્યકાર ગણે અને સાહિત્યકારો તેમને કર્મકાંડી ગણે
  • ભારત સરકારના ‘વેદ પ્રતિષ્ઠાન’ માટે વેદોનાં હિન્દીમાં ભાષ્ય તૈયાર કર્યા છે.
  • પ્રસિધ્ધ સ્વામી ગંગેશ્વરાનંદજીએ તેમની પાસે વેદસાધના કરી હતી
  • રવિશંકર મહારાજ સાથે જઇને હરિજન વાસમાં પણ કથાઓ કરેલી છે.
  • કનૈયાલાલ મુંશીના પ્રખ્યાત પુસ્તકો ‘કૃષ્ણાવતાર’ તેમની ‘કૃષ્ણકથા’ ના આધાર પર લખાયેલા છે.
  • મૃણાલિની સારાભાઇએ નૃત્યનાટિકા ‘ઋગ્વેદ’ માટે તેમના અનુવાદો વાપર્યા હતા.
  • આકાશવાણી અને ટી.વી. પર કાર્યક્રમો આપ્યા છે.
  • વિદેશમાં પાંચ પ્રવાસ કર્યા છે.
મુખ્ય રચનાઓ    - 150 જેટલા પુસ્તકો !
  • ધાર્મિક -  ચારે ય વેદોનાં ગુજરાતી ભાષ્યો, ગાયત્રીવિષયક ગ્રંથો, જીવનચરિત્રો, વેદપરિચય પુસ્તિકાઓ, યક્ષ અને યુધિષ્ઠિર, નીતિમંજરી આદિ.
  • વાર્તા – કૃષ્ણકથા, શિવકથા, મધુ વાર્તાઓ 
  • ચરિત્ર -  ભગવાન શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ,
  • હિન્દી – ‘वेदोंकी रोचक कथाएं ‘
શોખ
  •  કથા, કીર્તન
  • આયુર્વેદ  
સન્માન
  • વિવિધ પુરસ્કારો ઉપરાંત “વેદવાગીશ”નો ચંદ્રક.
સાભાર
  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)

No comments:

Post a Comment