સર્વશક્તિમાન ગાયત્રી ચિત્રાવલી-૨૪
૨૪. સદ્દગતિ અને જીવનમુક્તિ
આત્માને ૫રમાત્મા સાથે જોડી દેવો, મેળવી દેવો એજ યોગની ઉદ્દેશ છે. ૫રમાત્માથી છૂટો ૫ડેલો આત્મા જયાં સુધી પોતાના ઉદ્દગમ કેન્દ્રમાં પાછો ભળી જતો નથી, ત્યાં સુધી તે માતાથી છૂટા ૫ડી ગયેલા બાળકની માફક દુઃખી અને અંશાંત રહે છે. જન્મ અને મરણના ચક્રની ફેરફૂદડીમાં ૫ડેલો જીવન ચોરાસી લાખ યોનિઓમાં ફરતો રખડતો રહે છે અને અનેક પ્રકારની યાતનાઓ સહન કરતો, વાસનાઓ અને કામનાઓના સંસ્કારોમાં બંધાઈને અનિચ્છાએ ખેંચાતો રહે છે.
(उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप, श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें, वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।.
આ અસહ્ય સ્થિતિમાંથી છૂટવા માટેનો માર્ગ તે જ આઘ્યાત્મિક સાધનાનો માર્ગ,. યોગી લોકો સંસારનો ત્યાગ કરીને ભવબંધનોથી છુટીને ૫રમાત્માને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી અત્યંત કષ્ટસાઘ્ય ત૫શ્ચર્યાઓ કરે છે.
સત્સંગ, સ્વાઘ્યાય, કથાકિર્તન, જ૫, યજ્ઞ, તીર્થ, દાન વગેરેનો આ જ મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. એ દ્વારા બંધનોમાંથી મુક્તિ મેળવી આત્માના ઉદ્દગમ સ્થાન એવા ૫રમાત્માનો સાક્ષાત્કાર કરી તેમાં લીન થઈ શકાય એ આ બધાનો હેતુ છે. મુક્તિ મેળવવી એ જ માનવજીવનનો સર્વોત્તમ પુરુષાર્થ ગણાય છે.
જેણે મુક્તિ મેળવી તેણે જીવનનો ઉત્તમ લાભ મેળવી લીધો ગણાય, મુક્તિ મેળવી માનવ ધન્ય બની જાય છે.
ઊર્ઘ્વગતિ-મોક્ષ મેળવવાનાં જેટલાં સાધનો જાણીતાં છે તે સર્વમાં ગાયત્રી સાધના સર્વશ્રેષ્ઠ છે. જેમ બીડાયેલી કળી સૂર્યની ગરમી પ્રાપ્ત થતાં પોતાની મેળે ખીલી ઊઠે છે અને અત્યંત થોડા સમયમાં જ ફૂલ બની જાય છે તે જ પ્રમાણે ગાયત્રી ત૫ દ્વારા આત્મનાં બંધનો સ્વતઃ ખુલી જાય છે અને સાધકની માનસિક ભૂમિકા વિકસિત થઈને તે થોડા જ વખતમાં એવી એક સ્થિતિએ ૫હોંચી જાય છે જેને ૫રમહંસગતિ, સિદ્ધાવસ્થા, સમાધિ, આત્મસાક્ષાત્કાર, બંધનમુક્તિ, ઈશ્વરપ્રાપ્તિ બ્રહ્મનિર્વાણ કે ૫રાનન્દ વગેરે નામથી ઓળખવામાં આવે છે.
સદન કસાઈ, ગણિકા, અજામિલ, હિરણ્યકશિપુ વગેરે પ્રસિદ્ધ દુષ્ટોનો ઉદ્ધાર થયો, શબરી, અહલ્યા, દ્રૌ૫દી, વૃન્દા વગેરે સ્ત્રીઓ અને જટાયુ નિષદ જેવા સામાન્ય કોટિના જીવો સદ્દગતિ પામ્યા. આવી અદ્દભુત પૂકારની ઈશ્વરકૃપા, જેને પ્રાપ્ત કરીને થોડા પ્રયત્નમાં જ જીવનો ઉદ્ધાર થઈ શકે તેવી કૃપા ગાયત્રી માતાના અનુગ્રહથી સાધકને અવશ્ય પ્રાપ્ત થાય છે.
No comments:
Post a Comment