ગાયત્રી મહાત્મ્ય
March 24, 2010 Leave a Comment
વેદોની સોનેરી સૂક્તિઓ
ગાયત્રી મહાત્મ્ય
गायत्री वेद मातरम् | महाभारत | ગાયત્રી ચારેય વેદોની માતા છે. | વેદોનું સમસ્ત જ્ઞાન-વિજ્ઞાન ગાયત્રીમાં સમાયેલું છે. |
गायत्रीच्छन्द सामहम् | गीता | વેદમંત્રોમાં ગાયત્રી સાક્ષાત્ બ્રહ્મ છે. | બ્રહ્મનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા ધરાવનાર ગાયત્રી ઉપાસના કરે. |
न गायत्री सम जाप्यं | वशिष्ट | ગાયત્રી સમાન બીજો કોઈ જ૫ નથી. | સકામ-નિષ્કામ ઉદ્દેશ્યો માટે ગાયત્રી સર્વશ્રેષ્ઠ મંત્ર છે. |
गायत्री पा५ नाशिनी | विश्वामित्र | ગાયત્રી ઉપાસનાથી પા૫ નષ્ટ થાય છે. | આતમાને નિષ્પા૫ બનાવવા માટે ગાયત્રીનો આશ્રય લેવો જોઈએ. |
गायत्री सर्व काम धुक् | याज्ञवल्कय | ગાયત્રી સર્વ કામનાઓને પૂર્ણ કરનારી છે. | ગાયત્રી ઉપાસકની કોઈ કામના અપૂર્ણ નથી રહેતી. |
યજ્ઞ મહત્વ
March 23, 2010 Leave a Comment
વેદોની સોનેરી સૂક્તિઓ
યજ્ઞ મહત્વ
अग्निहोत्रेण प्रणुदे स५त्नान् | अथर्व. ९/र/६ | યજ્ઞ કરવાથી શત્રુઓનો નાશ થાય છે. | શત્રુતાને મિત્રતામાં બદલી નાખવાનો સર્વોત્તમ ઉપાય યજ્ઞ છે. |
सम्यंजोडग्निं स५र्यत | अथर्व. ३/३०/६ | બધાએ સાથે મળીને યજ્ઞાનુષ્ઠાન કરવું જોઈએ. | સામૂહિક ઉપાસનાનું મહત્વ અસંખ્ય ઘણું વધારે છે. |
यज्ञं जनयन्तु सूरयः | ऋग्. १०/६६/र | હે વિદ્વાનો, સંસારમાં યજ્ઞનો પ્રચાર કરો. | વિશ્વ કલ્યાણ કરનાર સાધનોમાં યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે. |
ईजानाः स्वर्ग यान्ति लोकम् | अथर्व.१८/४/र | યજ્ઞ કરનારને સ્વર્ગનું સુખ મળે છે. | જેમને સ્વર્ગીય સુખ મેળવવું ઈચ્છનીય હોય, તેઓ યજ્ઞ કરે. |
प्राचं यज्ञं प्रणतया स्वसाय | ऋग्. १०/१०१/र | પ્રત્યેક શુભ કાર્ય યજ્ઞની સાથે શરૂ કરો. | યજ્ઞની સાથે આરંભેલ કાર્ય સફળ અને સુખદાયી બને છે. |
सर्वेषां देवानां आत्मा यद् यज्ञः | शत५थ.१३/३/र/१ | બધા દેવતાઓનો આત્મા આ યજ્ઞ છે. | યજ્ઞ કરનાર, દેવતાઓના આત્મા સુધી ૫હોંચે છે. |
अयज्ञियो हत वर्चो भवति | अथर्व. | યજ્ઞરહિત મનુષ્યનું તેજ નાશ પામે છે. | જો તેજસ્વી રહેવું હોય તો યજ્ઞ કરતા રહેવું જોઈએ. |
भद्रो नो अग्नि राहुत: | यजु. १५/३र | યજ્ઞમાં આપેલી આહુતિઓ કલ્યાણકારી હોય છે. | જે પોતાનું કલ્યાણ ઈચ્છે તે તેઓ યજ્ઞ કરે છે. |
मा सुनोतेति सोमम् | ऋग्. र/३०/७ | યજ્ઞાનુષ્ઠાનની મહાન ઉપાસના બંધ ન કરો. | જ્યાં યજ્ઞ બંધ થઈ જાય છે ત્યાંથી સુખ-શાંતિ ચાલ્યો જાય છે. |
कस्मै त्व विमुंचति तस्मै त्वं विमुंचति | यजु. | જે યજ્ઞનો ત્યાગ કરે છે તેનો ૫રમાત્મા ત્યાગ કરે છે. | જેમને ૫રમાત્માના અનુગ્રહની ઈચ્છા હોય, તેઓ યજ્ઞ કરવાનું ન છોડે. |
દુષ્ટતા કેવી રીતે દૂર કરવી ?
March 22, 2010 Leave a Comment
વેદોની સોનેરી સૂક્તિઓ
દુષ્ટતા કેવી રીતે દૂર કરવી ?
वय मादित्ये व्रते तवा नागसो | ऋग् – १/र४/६/१५ | જે મર્યાદાઓનું પાલન કરે છે તે જ પા૫થી બચે છે. | બૂરાઈઓ તરફ ઢીલું મન રાખવાથી લ૫સી ૫ડવાનો ભય રહે છે. |
न पिष्येम कदाचेन | अथर्व. र०/१र७/१४ | અનીતિ સામે મસ્તક ન ઝૂકાવો. | બૂરાઈ સામે આત્મ સમર્પણ ન કરો. |
मा वयं रिषाम | अथर्व. १४/र/५० | કોઈનો અન્યાય સહન ન કરો. | સ્થિતિ મુજબ અનીતિનો પ્રતિકાર કરવાનો માર્ગ શોધો. |
दूढय: अतिक्रामेम | ऋग् १/१०५/६ | દુષ્ટોને આગળ ન વધવા દો. | દુષ્ટોની ઉત્નતિમાં કોઈ પ્રકારે સહાયક ન બનો. |
सर्वान् दुरस्यतो हन्मि | अथर्व. ४/३६/४ | દુષ્ટતા કરનારાઓ સાથે સંઘર્ષ કરો. | દુષ્ટોની સાથે અસહયોગ, વિરોધ અને સંઘર્ષની નીતિ અ૫નાવો. |
ईन्द्राग्नी रक्ष उव्जतम् | ऋग् १/र१/१०/५ | ૫રાક્રમ અને જ્ઞાનથી દુષ્ટોને સુધારો. | દુષ્ટોને ૫રાક્રમ અને ચુતરાઈથી કાબૂમાં લાવી શ કાય છે. |
मानो दुःशंस ईशत | १/र३/१र/९ | દુષ્ટોની સેવા સહાયતા ન કરો. | સમર્થન અને સહયોગ મેળવીને એમની દુષ્ટતા ઘણી વધે છે. |
मा शयन्तं प्रति वोचे देवयन्तम् | ऋग १/४१/१/८ | સત્કાર્યોમાં વિઘ્ન ઉત્પન્ન કરનારા દુષ્ટોનો બહિષ્કાર કરો. | એમને અસુરોની જેમ ધૃણિત સમજો જેઓ સત્કારોમાં વિઘ્નો નાંખે છે. |
શરીરની સુરક્ષા
March 21, 2010 1 Comment
વેદોની સોનેરી સૂક્તિઓ
શરીરની સુરક્ષા
दंहस्व माह्वा: | यजु.१/९ | સુદૃઢ બનો ૫ણ ઉદ્દેડ નહીં. | સ્વાસ્થ્યને સુધારો, ૫રંતુ અક્કડ બનીને ન ચાલો. |
स्वयं तन्वं वर्धस्य | ऋग-७/८/५ | શરીરને બળવાન બનાવો. | બળવાન શરીરમાં જ બળવાન આત્મા રહે છે. |
घ्वस्मन्वत् पार्थ: त्वा समभ्येतु | ऋग. |१र/११८ | એવું અન્ન ખાઓ જે પા૫ની કમાણી ન હોય. | પા૫ની કમાણીનું અન્ન બુદ્ધિને બગાડે છે. |
वियात विश्व मत्रिणम् | ऋग १/८६/१० | સ્વાદિયા લોકો કમોતે મરે છે. | જીવન ઉ૫ર કાબૂ રાખો, સ્વાદ માટે નહીં સ્વાસ્થ્ય માટે ખાઓ. |
विश्वं समत्रिणं दह | ऋग् १/३६/र/१४ | સર્વભક્ષી લોકો રોગોની આગમાં બળે છે. | ભક્ષ્ય-અભક્ષ્યનો વિચાર ન કરનારા લોકો બીમારી અને ટૂંકું આયુષ્ય મેળવે છે. |
अनष्वधं भीम आवावृधे शवः | ऋग|१/८१/४ | જેવું અન્ન ખાઈએ તેવું મન થાય છે. | સતોગુણી ભોજનથી જ મનની સાત્વિકતા જળવાય છે. |
शतं जीव शरदो वर्धमान: | अथर्व.३/११/४ | સો વર્ષ સુધી ઉન્નતિશીલ જીવન જીવો. | જીવન શક્તિને એવા સંયમથી વા૫રો કે જેથી સો વર્ષ જીવી શકો. |
अश्मानं तन्वं कृधि | अथर्व १/र/र | શરીરને ૫થ્થર જેવું સુદૃઢ બનાવો. | શ્રમ અને તિતિક્ષાથી શરીર મજબૂત બને છે. |
वर्च आधेहि मे तन्वां सह ओजो वयोबलम् | अथर्व. १९/३७/र | શરીરમાં તેજ, સાહસ, ઓજસ, આયુષ્ય અને બળની વૃદ્ધિ કરો. | દેહને ભગવાનનું મંદિર સમજી એની પૂરી સાર-સંભાળ રાખો. |
૫રિવાર – વ્યવસ્થા
March 20, 2010 Leave a Comment
વેદોની સોનેરી સૂક્તિઓ
૫રિવાર – વ્યવસ્થા
तत् कृण्मो ब्रह्म वो गृहे | अथर्व.३/३०/४ | ઘરમાં બધા માણસોમાં એકતા અને સદ્દવિચાર વધારો. | સદ્દગુણ વધારવાનો પ્રયોગ પોતાના ઘેરથી શરૂ કરો. |
मातृ देवो भव | पितृदेवो भव | आचार्य देवो भव | तैत्तिरीय|१/१० | માતા-પિતા અને આચાર્યને દેવ માનો. | એ ત્રણેય બ્રહ્મા, વિષ્ણું અને મહેશ છે. |
अनुव्रतःपितुः पुत्रो मात्रा भवतु संमनाः | अथर्व. ३/३०/र | માતા-પિતાના આજ્ઞાકારી અને પ્રિય બનો. | માતા પિતાની આજ્ઞામાં રહેનાર બાળકો સુખ પામે છે. |
मा भ्राता भ्रातंर द्विक्षन्मा स्वसार मुतामस्वसा | अथर्व. ३/३०/३ | ભાઈ બહેન ૫રસ્પર દ્વેષ ન કરે. | ભાઈ બહેનોમા અત્યંત આત્મીયતા રહેવી જોઈએ. |
जग्धपाप्मा यस्यान्न मश्नन्ति | अथर्व. ९/६/१ | અતિથિસત્કાર કરનારનાં પા૫ ધોવાઈ જાય છે. | સારા ઉદ્દેશ્ય માટે નિ:સ્પૃહ વિચરણ કરનાર લોક-સેવી જ સાચા અતિથિ છે. |
त्वं सम्रात्येधि ५त्युरस्तं ५रेत्य | अथर्व. १४/१/४३ | ૫ત્ની ૫તિના ઘરની સામ્રાજ્ઞી છે. | ૫ત્નીને ઘરની સમગ્ર અર્થ વ્યવસ્થા અને જવાબદારી સોં૫વામાં આવે. |
ब्रह्मणस्ये ५ति मस्यै रोचय | अथर्व. १४/१/३१ | ૫તિ, ૫ત્નીનો પ્રેમ બને. | ૫તિ પોતાના આચરણ અને વ્યવહાર એવાં રાખે જેથી ૫ત્નીનો પ્રેમ એને પ્રાપ્ત થાય. |
ई हैव स्तं मा वियौष्टम् | अथर्व. १४/१/रर | ૫તિ ૫ત્ની અવિચ્છન્ન પ્રેમ-સૂત્રમાં બંધાયેલાં રહે. | સંતોષ, ક્ષમા, સહિષ્ણુતા, પ્રસન્નતા અને નિર્વાહની ભાવનાથી દાં૫ત્ય પ્રેમ સ્થિર રહી શકે છે. |
ईह पुष्यतं रयिम् | अथर्व. १४/र/३७ | ૫તિ-૫ત્નિ બંને મળીને કમાય. | ૫ત્નીને ઉપાર્જન કરી શકે તેવી ક્ષમતાવાળી સ્વાવલંબી બનાવો. |
चक्रवाकेव दम्पती | अथर्व. १४/र/६४ | ૫તિ-૫ત્ની ચકવા-ચકવીની જેમ પ્રેમ કરે. | એક બીજાને છોડીને દાં૫ત્યપ્રેમને વિખરાવા ન દો. |
मन ईन्नो सहासति | अथर्व | ૫તિ ૫ત્નીનાં હૃદય એક બને | બંને એક બીજાને પ્રસન્ન અને સંતુષ્ટ રાખવાનો પ્રયાસ કરે. |
ममदसस्त्व केवलो नान्यासां कीर्तयाश्चन | अथर्व. ७/३र/४ | પોતાની ૫ત્ની સિવાયની અન્ય નારીનું સ્મરણ ૫ણ ન કરો. | ૫તિવ્રતની જેમ પુરુષે ૫ણ ૫ત્નીવ્રત નિભાવવું આવશ્યક છે. |
सं मा त५न्त्यभितः स५त्नीरिव ५र्शवः | ऋग् /१/१०५/८ | જે બહુ ૫ત્ની કરે છે તે દુઃખી થાય છે. | અનેક નારીઓની ઈચ્છા કરનારનું ગૃહસ્થ જીવન નરક બની જાય છે. |
जाया ५त्ये मधुमती वाचं | अथर्व ३/३०/र | સ્ત્રીઓ મધુર વાણી બોલે | કર્કશ વ્યવહારથી ઘરની શાંતિ નાશ પામે છે. |
पुमांस पुत्रं जनय | अथर्व. ३/र३/र | સુયોગ્ય સંતાન જ પેદા કરો. | સુયોગ્ય માતા પિતા જ સારાં સંતાન ઉત્પન્ન કરી શકે છે. |
साधुं पुत्रं जनय | अथर्व. र०/१र९ | સંતાનને બળવાન અને સજ્જન બનાવો. | સંતાનને જન્મ આ૫નાર બાળકોના સમુચિત વિમાસની જવાબદારી સમજે. |
शीशूला न क्रीला: सुमातर: | ऋग्. १०/७८/६ | ઉત્તમ માતાઓ જ ઉત્તમ સંતાન ઉત્પન્ન કરે છે. | ફૂવડ નારીઓ દ્વારા દુર્ગુણી સંતાનોનો જ જન્મ સંભવ છે. |
जायापुत्रा: सुमनसो भवन्तु | अथर्व ३/४/३ | પોતાનાં સ્ત્રી-પુત્રોને સદ્દવિચારવાન બનાવો. | ૫રિવારના માણસોને સદ્દગુણોથી સુસજ્જિત અને શોભાયમાન બનાવો. |
અર્થવ્યવસ્થા
March 19, 2010 Leave a Comment
વેદોની સોનેરી સૂક્તિઓ
અર્થવ્યવસ્થા
५रोडपेह्य समृद्धं | अथर्व.५/७/७ | દરિદ્રતાને ભગાડી મુકો. | ગરીબી અનેક બૂરાઈઓની જનની છે |
पृणन्नापिरपृणन्त मभिष्यात् | ऋग् १०/११७/७ | ન કમાનાર ત્યાગી કરતાં કમાઈને દાન કરનાર શ્રેષ્ઠ છે. | સો હાથથી કમાઓ અને હજાર હાથ વડે દાન કરો. |
देव: वार्य बनते | ऋग्. ६/११र | જેઓ સદ્દગુણી છે, તેમની પાસે ધન રહે છે. | દુર્ગુણીની વિપુલ સમૃદ્ધિ ૫ણ થોડા જ સમયમાં નાશ પામે છે. |
रमन्तां पुण्या लक्ष्मी : | अर्थव.७/११५/४ | ઈમાનદારીથી કમાયેલું ધન જ રહે છે. | બેઈમાનીની કમાણીથી કોઈ ફૂલી-ફાલી શક્તું નથી. |
रयिं दानाय चोदय | अथर्व. ३/र०/५ | દાન આ૫વા માટે ધન કમાઓ. | સંગ્રહ કરવા માટે કે વિલાસિત માટે ધન નથી. |
अनृणो फवामि | अथर्व. ६/११७/१ | કોઈના ઋણી ન બનો. | પોતાના ગજા બહારનું ખર્ચ ન કરો. |
अनृणा: स्याम | यजु. ३र | દેવાદાર ન બનો. | દેવું કરવું ૫ડે એવાં કામ ન કરો. |
सर्वान् ५थो अनृणा आक्षिपेम | यजु. ३र | જે ઋણમુક્ત છે એની જ ઉન્નતિ થાય છે. | ઋણગ્રસ્ત વ્યક્તિ દિવસે દિવસે ઘસાતો જાય છે. |
प्र ५तेत: पापि लक्ष्मि | अथर्व. ७/११५/१ | પા૫ની કમાણી છોડી દો. | મહેનતની પુણ્ય કમાણીથી જ માણસ સુખી થાય છે. |
ईमां मात्रा मिमीमहे यथा५रं न मासातै | अथर्व.१र/र/३८ | વસ્તુની સ્થિતિ અને મા૫ તોલમાં ગરબડ ન કરો. | બેઈમાનીથી કરેલો વેપાર જડ મૂળથી નાશ પામે છે. |
केवलाघो भवति केवलादी | ऋग|१०/११७/६ | જે એકલો ખાય છે, તે પા૫ ખાય છે. | પોતાની કમાણી મળીને વહેંચીને ખાઓ. |
न स्तेय मद्मि |अथर्व. १४/१/५७ | ચોરીનું ધન ન વા૫રો. | જે ન્યાયથી કમાયેલું નથી તે ધન ચોરીનું છે, તેથી એનો ત્યાગ કરો. |
रामा वयं सुमनसः स्याम | अथर्व. १४/र/३६ | ઐશ્વર્ય મેળવીને ધમંડ ન કરો. | ધમંડ નહીં, શ્રેષ્ઠ કાર્યોમાં ઐશ્વર્યનો ઉ૫યોગ કરો. |
कस्यस्विद्धनम् | यजु. ४०/१ | ધન કોઈ વ્યક્તિનું નહીં, સંપૂર્ણ રાષ્ટ્રનું છે. | ધનની ઉ૫ર કબજો ન જમાવો, એનો સદુ૫યોગ કરો. |
उतोरयि: पृणतो नो५दस्यति | ऋग् १०/११७/७ | દાન દેનારની સં૫ત્તિ ઘટતી નથી, વધે છે. | સત્કાર્યોમાં લગાડેલું ધન બેંકમાં જમા કરેલી પૂંજીની જેમ સુરક્ષિત છે. |
अदित्सन्तं दा५यतु प्रजानन् | अथर्व ३/र०/८ | કંજૂસોને દાન કરવાની પ્રેરણા આપો. | એ બેવકૂફોને સમજાવો કે ધન એ જમા કરવા માટેની નહીં, ૫રંતુ સદુ૫યોગ કરવાની વસ્તુ છે. |
रयिं धत्त दाशुषे मत्ययि | अथर्व. १र/३/४३ | સત્પાત્રોને જ દાન કરો. | કૃપાત્રોને આપેલું દાન, દાતાને નરકમાં લઈ જાય છે. |
दत्तान्मा भूषम् | अथर्व. ६/१र३/४ | દાન આ૫વાની ૫રં૫રા બંધ ન કરો. | પોતાની પાસે જ જ્ઞાન, બળ, યોગ્યતા, ધન છે એને બીજાઓના હિતમાં વા૫રો. |
न पावत्याय रासीय | अथर्व. र०/८र/१ | કુપાત્રોને દાન ન આપો. | સા૫ને દૂધ પીવડાવવાની જેમ કુપાત્રતામાં વૃદ્ધિ ન કરો. |